ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે 2024ની પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. તેમછતાં આ યુવા મહિલા નિશાનબાજનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટેની ભલામણની યાદીમાં નહીં સામેલ કરાયું હોવાથી વિવાદ થયો હતો.
મનુ ભાકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ બાબતે નારાજગી દર્શાવી કટાક્ષયુક્ત શબ્દોમાં એવી ટકોર કરી હતી કે અરજી નહીં કરવાની મારી જ ભૂલ છે.
આ મુદ્દે ભારે હોબાળો થયા પછી એસોસિએશન અને મંત્રાલયે એવો બચાવ કરી બાજી સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો હતો કે, પ્રસિદ્ધ થયેલી વિગતો હજી ફક્ત ભલામણો છે, એવોર્ડ પ્રાપ્ત કરનારાઓની આખરી યાદી નથી, તેથી મનુને બાકાત કરાઈ હોવાનું કહી શકાય નહીં.