મને અન્ય અભિનેત્રીઓની ઇર્ષ્યા થતી હતીઃ અદિતી ગોવિત્રીકર

એક સમયની જાણીતી મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસીસ ઇન્ડિયા અદિતી ગોવિત્રીકરે પોતાની જીવન સંબંધિત કેટલીક બાબતોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. અદિતીએ મોડેલિંગ સાથે તેમજ 2000ના વર્ષમાં મિસિસિ ઇન્ડિયા સ્પર્ધા જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ જ વર્ષે પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને દિયા મિર્ઝાએ પણ મોટી બ્યુટી કોમ્પિટીશન્સ જીતી હતી. આ દરમિયાન અદિતીએ એક્ટિંગ પણ શરૂ કરી અને પીએચડીની ડિગ્રી પણ મેળવી હતી.

એક ઇન્ટર્વ્યૂમાં પોતાના મોડેલિંગ સમયના દિવસો યાદ કરીને અદિતીએ કહ્યું કે તેણે પણ પ્રિયંકા, લારા અને દિયાની સાથે જ કારકિર્દી શરૂ કરી હતી અને તેઓ એક જ સમયે સ્પર્ધામાં પણ વિજેતા થયા હતાં. તેમ છતાં તેમની સાથે લોકોના વર્તનમાં ઘણો ભેદભાવ હતો. જોકે, તેમને બધાને એકબીજા સાથે ઘણું સારું બનતું હતું. જ્યારે ભેદભાવ અંગે વાત કરતાં અદિતીએ કહ્યું કે, આ સ્પર્ધાઓ જીત્યા બાદ પ્રિયંકા, લારા અને દિયાને ઘર અને ગાડીઓ જેવી મોટી મોટી ભેટ મળતી હતી જ્યારે તેને મિસિસ ઇન્ડિયા જીત્યા બાદ માત્ર એક ફુલોનો ગુલદસ્તો મળ્યો હતો. ત્યારે તેને આ ભેટની ઇર્ષ્યા થતી હતી.

અદિતીએ કહ્યું કે તેને પણ ઘર અને ચાવીઓની અપેક્ષા હતી. જોકે અદિતીએ સ્વીકાર્યું કે, “લારા આ બધામાં સૌથી સહજ અને સૌથી વધુ રમૂજી હતી.” અદિતીએ ખુલાસો કર્યો હતો કે મિસમેચ્ડની ત્રીજી સીઝનમાં તેનો રોહિત સરાફની માતાનો રોલ તેની કારકિર્દી સાથે એક ખાસ કનેક્શન ધરાવે છે. તેણે રોહિતને પ્રથમવાર પ્રિયંકા ચોપરાની સ્કાઇ ઇઝ પિંકમાં જોયો હતો, જેમાં પ્રિયંકાએ તેની માતાનો રોલ કર્યો હતો. હવે તે આવી ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *